બ્રહ્મલીન પ.પૂ. નારાયણ બાપુની તપોભૂમિ તાજપુરા ખાતે આવેલ નારાયણ આઈ હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ માટે બનાવવામાં આવેલ ડોક્ટર્સ અને સ્ટાફ ક્વાટર્સનું ગઈકાલે રથયાત્રાના દિવસે રાજ્યના નાણા તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નારાયણ ધામ તાજપુરા ખાતે આવેલ નારાયણ આઈ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 8 લાખ ઉપરાંત આંખોને લગતા નિઃશુલ્ક ઓપરેશનો કરવામાં આવ્યા છે.
જ્યાં અત્યાર સુધીમાં 20 લાખ ઉપરાંત આંખોના દર્દીઓને સારવાર કરવામાં આવી છે, એવા નારાયણધામ તાજપુરા ખાતે ડોક્ટરોની વિશાળ સંખ્યા હોય તેમજ હોસ્પિટલનો સ્ટાફ્ પણ મોટા પ્રમાણમાં હોઈ ડોક્ટરો અને સ્ટાફને રહેવા માટે અંદાજિત રૂા.12 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ વાળા 8 માળના ડોક્ટર્સ ક્વાટર્સનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા તેનું લોકાર્પણ ગઈકાલે અષાઢી બીજના પાવન અવસરે નારાયણ આઈ હોસ્પિટલ ટ્રસ્ટીઓ તેમજ મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો