સનફાર્મા સેવા ગ્રુપ દ્વારા ગૌરીવ્રત નિમિતે બાળાઓ માટે સેવા કાર્યક્રમ યોજાયો.
કાલોલ : કાલોલ તાલુકાની ભાદરોલી બુઝર્ગ પ્રાથમિક શાળામાં ગૌરીવ્રત નિમિત્તે સનફાર્મા સેવા ગ્રુપ, હાલોલ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગ્રુપના પ્રતિનિધિ મયંકભાઈના હસ્તે શાળાની અંદાજે 122 કુંવારિકાઓને ડ્રાયફ્રુટનું વિતરણ કરાયું હતું. સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી સન ફર્મા સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલી આ સેવાભાવી પહેલને શાળા પરિવારે બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન આચાર્ય તેમજ સમગ્ર શિક્ષકગણે સન ફર્મા સેવા ગ્રુપ, હાલોલ અને મયંકભાઈનો આભાર વ્યક્ત કર્યો હતો.
