જાંબુઘોડા : હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે જાંબુઘોડા નગરમાં ઈદે મિલાદની ધાર્મિક માહોલમાં સાદગીપૂર્ણ અને શાનદાર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. સુન્ની મસ્જિદથી નીકળેલા જુલુસનું નગરમાં વિવિધ સ્થળોએ સ્વાગત કરાયું હતું. સુન્ની મસ્જિદ ખાતે બાલ મુબારકની જિયારતનું પણ આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો