કાલોલ : કાલોલ તાલુકાની ડેરોલગામ પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી દેવાંગભાઈ ડી પરમાર , તેમજ લાયઝન અધિકારી તરીકે કલ્પેશભાઈ માછી, ડેરોલ સરપંચ કપિલાબેન, અરવિંદભાઈ જોષી, આર એન્ડ બી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ એ.કે પટેલ, ટ્રસ્ટીઓ, તાલુકા પંચાયત સદસ્ય સુરેશભાઈ તેમજ દાતા દામુભાઈ તલાટી, એસએમસીના અધ્યક્ષ તેમજ સભ્યો તેમજ વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 6 ના બાળકોને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટ આપી બાળકોને પ્રવેશ અપાયો હતો. અધ્યક્ષ દેવાંગભાઈ પરમાર તરફ્થી જરૂરિયાત મંદ બાળકોના ગણવેશ માટે રોકડ દાન અપાયું હતું. તેમજ સરપંચ કપિલાબેન તરફ્થી બાળકોને સ્કૂલબેગ આપવામાં આવી હતી. ધોરણ 3 થી 8માં પ્રથમ નંબર અને 100 % હાજરી ધરાવતા બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ હતી. પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ દ્વારા આંગણવાડીના બાળકોને પાણીની બોટલ અપાઈ હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: