જાંબુઘોડા : બોડેલીની ખત્રી વિદ્યાલય ખાતે લાંબા સમયથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી સતત 33 વર્ષ સુધી શિક્ષણક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર શિક્ષક જે.વાય. મકરાણી નિવૃત્ત થતાં શાળા પરિવાર દ્વારા ભાવભર્યો વિદાય સમારંભ યોજાયો હતો.શિક્ષક જે.વાય. મકરાણીએ ત્રણ દાયકાથી વધુની સેવાકીય કારકિર્દી દરમિયાન અનેક વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર, શિસ્ત અને જીવનમૂલ્યોનું સિંચન કરી સમાજના જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કર્યા હતા. શિક્ષક તરીકેની તેમની નિષ્ઠા, અનુભવ, સેવાભાવ અને સમર્પણ શાળા પરિવાર માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે. આ પ્રસંગે શાળાના સમગ્ર સ્ટાફ્ પરિવારે નિવૃત્ત શિક્ષકની સેવાઓને બિરદાવી તેમના અમૂલ્ય યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ નિવૃત્તિ પછીનું જીવન સુખમય, સ્વસ્થ, આનંદમય અને પ્રવૃત્તિમય બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે શાળાના આચાર્ય યુ.વાય. ટપલાએ તેમની સેવાકીય સિદ્ધિને બિરદાવતાં જણાવ્યું હતું કે, શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી, કારણ કે તેમના દ્વારા પ્રગટાવવામાં આવેલ જ્ઞાનનો દીપ અનેક જીવનમાં પ્રકાશ પાથરતો રહે છે. 33 વર્ષની તેમનીસેવાયાત્રા શાળાના ઇતિહાસમાં હંમેશાં યાદગાર બની રહેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો