કાલોલ તાલુકાના બાકરોલ ગામના ખેડૂતોએ એમજીવીસીએલ વિભાગને આવેદન આપ્યું હતું, જેમાં પર્યાપ્ત વરસાદના અભાવે એગ્રીકલ્ચરનો વીજપુરવઠો દુરસ્ત કરવાની માંગ કરાઈ હતી.

કાલોલ તાલુકાના બાકરોલ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ બુધવારે સવારે એમજીવીસીએલ વિભાગની કચેરી ખાતે પહોંચીને કચેરીના નાયબ ઈજનેરને આવેદન આપ્યું હતું. ખેડૂતોના આવેદન અનુસાર તાજેતરમાં વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેમ છતાં પર્યાપ્ત વરસાદના અભાવે ડાંગરના ધરુંની જાળવણી તેમજ રોપણી લાયક વરસાદ નોંધાયો નથી. જ્યારે બીજી વરસાદી માહોલમાં પાછલા દસ પંદર દિવસોથી એગ્રીકલ્ચરનો વીજપુરવઠો ઠપ્પ જોવા મળે છે. જેથી પર્યાપ્ત વરસાદની રાહ જોવામાં રોપણીના દિવસો વીતી જાય છે અને મોંઘા ભાવના ડાંગરના બિયારણો પણ નાશ પામતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે છે. જેથી ખેડૂતોએ આગ્રહ કર્યો છે કે વરસાદતો અનિશ્ચિત છે પરંતુ એમજીવીસીએલ વિભાગ દ્વારા એગ્રીકલ્ચરનો વીજપુરવઠો નિયમિત પુરો પાડવામાં આવે તો ડાંગરની સમયસર રોપણી કરી શકાય તે માટે બાકરોલ ફ્ડિરનો એગ્રીકલ્ચરનો વીજપુરવઠો દુરસ્ત કરવાની માંગ કરી હતી.