બોડેલી-ડભોઈ રોડ પર સાલપુરા ગામ નજીક રેતી ભરીને જઈ રહેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રકની પાછળના ભાગની એક્સલ તૂટયા બાદ ટાયર ફાટતાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, કુકણા તરફ્થી રેતી ભરીને વડોદરા તરફ્ જઈ રહેલી ટ્રક બોડેલી-ડભોઈ રોડ પર સાલપુરા ગામ નજીકથી પસાર થતી હતી. ત્યારે ટ્રકના પાછળના ભાગની એક્સલ તૂટી જતાં ટાયર ફાટયું હતું. ત્યારબાદ ટાયરમાં આગ લાગતાં આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
