જાંબુઘોડા : હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ નિમિત્તે જાંબુઘોડા તાલુકા શાળા ખાતે બિરાજમાન ગણપતિ બાપ્પાના સરપંચ જીતકુમાર દેસાઈએ દર્શન કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે તેમણે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાને શ્રદ્ધાપૂર્વક વંદન કરી સૌના સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓ, શાળા પરિવાર તેમજ ડેપ્યુટી સરપંચ નરેશભાઈ પંચોલી ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ગણપતિ બાપ્પાની આરતીમાં ભાવપૂર્વક ભાગ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો