હાલોલ : અષાઢ સુદ તેરસને સોમવારથી આરંભ થયેલ ગૌરીવ્રતમાં હાલોલ નગર સહીત પંથકમાં શિવ મંદિરોમાં કુંવારિકાઓની ભીડ જોવા મળી હતી. પાંચ દિવસ દરમિયાન કુંવારીઓમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. વાંસની ટોપલીઓમાં ઉગાડેલા જવારા (ગોરમા)નું પૂજન કરી કુંવારિકાઓએ મનગમતો માણીગર મેળવવા માટે મહાદેવની પૂજા કરી અલૂણાં વ્રત કર્યા હતાં. હાલોલમાં શ્રી દશા પોરવાડ જ્ઞાતિ સમાજ મહિલા મંડળ દ્વારા લાયન્સ હોલ ખાતે કુંવારિકાઓને સમૂહ ભોજન કરાવાયું હતું. પાંચેય દિવસ ફરાળી ભોજન પીરસાયું હતું. સાથે તેમનો ઉત્સાહ વધારવા માટે જુદી જુદી રમત ગમત, નાચગાન સહીત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિજેતા સહીત તમામ બાળકોને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતાં. આ સિવાય શ્રી દશા ઝારોળા જ્ઞાતિ સમાજ તેમજ અન્ય જ્ઞાતિ સમાજની વાડી ખાતે પણ પાંચ દિવસ સામૂહિક ફરાળી ભોજન કરાવાયા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો