શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ નાઈરોબી, શ્રી સ્વામિનારાયણ મંદિર, પાર્કલેન્ડ શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવના પ્રારંભમાં કેન્યા સોસાયટીના બહેરા બાળકોને માટે 5,25,000 કેન્યા શિલિંગનો દાનનો ચેક પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ તથા પ્રાઈમ કેબિનેટ સેક્રેટરી ઓફ રીપબ્લીક ઓફ કેન્યા, એચ.ઇ.વાયક્લિફ મીસાલિયા મુડુવાડિએ સોસાયટીના ચેરમેન જેફ્રી વેટગો તથા મેમ્બર ફ્રાંસી મુરિરુરી નગ્નગા ઓગ્વીને અર્પણ કરાયો હતો.
આ પ્રસંગે વિશ્વશાંતિ રેલી શહેરમાં નીકળી હતી. ઓપનીંગ સેરેમનીમાં યુ.એસ.એ, કેનેડા, ભારત, ટ્રાન્ઝાનિયા, યુગાન્ડા, રવાન્ડા વિગેરે દેશના રાષ્ટ્રધ્વજ લહેરાયા હતા તેમજ શ્રી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન્યની પૂણાર્હુતિ પણ કરાઈ હતી. મહોત્સવના આયોજનમાં યજમાન ઘનશ્યામભાઈ જશભાઈ પટેલ પરિવાર તથા શ્રીસ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ, નાઈરોબીના સમગ્ર સત્સંગી સભ્યોએ સેવા પ્રદાનકરી હતી.










