બાબા રામદેવપીરની જન્મજયંતિ નિમિત્તે ગોધરા શહેરમાં સમસ્ત મારવાડી સમાજ દ્વારા ભવ્ય ધાર્મિક શોભાયાત્રા યોજાઈ હતી. બહારપુરા મારવાડી વાસ ખાતે મોટા રામાપીર મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જેમાં મારવાડી સમાજ ઉપરાંત જહુરપુરા શાકમાર્કેટ ખાતે આવેલા જુના બાબા રામદેવપીર મંદિર સાથે સંકળાયેલા સિંધી સમાજના પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
મોટા રામાપીર મંદિરથી નીકળેલી શોભાયાત્રા બહારપુરા, સિવિલ હોસ્પિટલ રોડ, વિશ્વકર્મા ચોક, જૂની પોસ્ટ ઓફ્સિ રોડ, સાથરીયા બજાર, પટેલવાડા, જહુરપુરા શાકમાર્કેટ, સ્ટેશન રોડ, ગીધવાણી રોડ, શહેરા ભાગોળ, તળાવ રોડ, નગરપાલિકા રોડ, પાંજરાપોળ રોડ સહિત શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નિજ મંદિરે પહોંચી હતી, જ્યાં ધ્વજારોહણ કરાયું હતું. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો દ્વારા ભાવભેર સ્વાગત કરાયું હતું
