જાંબુઘોડા : છોટાઉદેપુર જિલ્લાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સહિત યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય દિશા અને નિષ્ણાતોનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલી સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે શિક્ષણશાસ્ત્ર્રી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક ડો. તનુ જૈનના અધ્યક્ષસ્થાને વિશેષ અને પ્રેરણાદાયક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 

જેમાં વિદ્યાર્થીઓને યુપીએસસી (UPSC), જીપીએસસી (GPSC) સહિતની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની પદ્ધતિસરની તૈયારી, સમયનું આયોજન, સકારાત્મક અભિગમ અને માનસિક દ્રઢતા અંગે અત્યંત સરળ અને અસરકારક શૈલીમાં સચોટ માર્ગદર્શન પૂરું પાડયું હતું.