પંચમહાલ જિલ્લાની મુલાકાતે પહોંચેલા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તરુણ ચુઘ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીએ આજે ગોધરા સાથે સંગઠનને લઈને જિલ્લા ભાજપના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પહોંચી મહાકાળી માતાના દર્શન કર્યા હતાં, તેમજ મંદિરમાં પૂજા અર્ચના કરી મંદિરના શિખર પર ધજા પણ ચઢાવી હતી.
ગુજરાત પ્રદેશ ભાજપના પ્રભારી તથા રાજ્યસભાના સાંસદ તરુણ ચુઘ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે દર્શન-પૂજન કરી માતાજીના ચરણોમાં સૌના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. તેમજ મંદિરના શિખર પર ધજા ચઢાવી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મા મહાકાળીના આશીર્વાદ લીધા હતા. પાવાગઢ ખાતે ભાજપના પ્રદેશ અને જિલ્લા કક્ષાના આગેવાનોની ઉપસ્થિતિથી ધાર્મિક માહોલ સાથે રાજકીય ગતિવિધિ પણ જોવા મળી હતી. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તથા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ પ્રભારી હર્ષદભાઈ વસાવા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
