નસવાડી : નસવાડીની સરકારી બી.એડ. કોલેજ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી. જેમાં કોલેજના આચાર્ય, અધ્યાપકગણ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં ગુરુ-શિષ્ય પરંપરાના મહત્ત્વને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેનો પ્રારંભ દીપ પ્રાગટય અને ગુરુવંદનાથી કરાયો હતો. ત્યારબાદ તાલીમાર્થીઓએ ગુરુ મહિમા દર્શાવતા ભક્તિપદો, પ્રાસંગિક વક્તવ્યો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરી હતી. કોલેજના આચાર્યએ જણાવ્યું હતું કે, આધુનિક અને ટેકનોલોજીના યુગમાં પણ ગુરુનું સ્થાન અદ્વિતીય છે. ગુરુ માત્ર જ્ઞાન આપનાર નથી, તેમ જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.
