દાહોદ : ગુર્જર ભારતી ટ્રસ્ટ, દાહોદ સંચાલિત શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ, દાહોદમાં ભારતીય સંસ્કૃતિના પવિત્ર પર્વ ક્કગુરુપૂર્ણિમાક્રની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના પ્રિન્સિપાલ, સમસ્ત અધ્યાપકગણ અને વિદ્યાર્થીનીઓની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. શરૂઆત કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા પવિત્ર ક્કગુરુ વંદનાક્ર અને સરસ્વતી પૂજનના દીપ પ્રાગટય સાથે કરાઈ હતી. આ અવસરે વિદ્યાર્થીનીઓએ ગુરુપૂર્ણિમાના ઐતિહાસિક અને સામાજિક મહત્વ પર સુંદર વક્તવ્ય રજૂ કર્યા હતા તેમજ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આચાર્ય ડૉ. પારૂલ સિંહએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો