જાંબુઘોડા : જાંબુઘોડા તાલુકાની પીએમશ્રી કુમાર શાળામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 1.10 કરોડના ખર્ચે નિર્મિત નવ વર્ગખંડોનું લોકાર્પણ જિ.પં. પ્રમુખ નીરજ પટેલના અધ્યક્ષસ્થાને કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર તથા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા શિક્ષણ સમિતિ, પંચમહાલ-ગોધરા સંચાલિત જાંબુઘોડા તાલુકા શાળાના નવનિર્મિત નવ ઓરડાઓનું લોકાર્પણ કરાતા શાળાના શૈક્ષણિક માળખામાં વધુ એક સુવિધાનો ઉમેરો થયો છે. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કુલ નવ વર્ગખંડોનું બાંધકામ રૂ. 1.10 કરોડના ખર્ચે પૂર્ણ કરાયું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો