10
ગોધરા : ગોધરા તાલુકાના નવા નદીસર ગામમાં મુખ્યમંત્રીએ સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લઇ લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર આપ્યા હતા. ત્યારબાદ નવા પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યુ હતું.

10
ગોધરા : ગોધરા તાલુકાના નવા નદીસર ગામમાં મુખ્યમંત્રીએ સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લઇ લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર આપ્યા હતા. ત્યારબાદ નવા પ્રવેશ દ્વારનું લોકાર્પણ કર્યુ હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુક્રવારે નદીસરની નવા નદીસર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે દરમિયાન મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇ લાભાર્થીઓને પ્રશસ્તિપત્ર વિતરણ કર્યા હતા. ત્યારબાદ વૃક્ષા રોપણ પણ કર્યું હતું. જે બાદ મુખ્યમંત્રીએ ગામમાં નિર્માણ કરાયેલા પ્રવેશદ્વારનું લોકાર્પણ કર્યું હતું, ત્યાંથી ગણેશ મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત જનમેદનીની નજીક પહોંચી મુખ્યમંત્રીએ બે હાથ જોડી યુવકોને સરકારમાં કેમનું ચાલે છે? શાંતિ છે? એ પ્રકારની વાતચીત કરી હતી.
ત્યારબાદ મંદિરમાં જઈ ધારાસભ્ય સી.કે રાઉલજીના પરિવાર સાથે શ્રીજીની આરતી કરી હતી. ત્યારબાદ સભા મંડપમાં બાળકો અને મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રીનું ધારાસભ્ય સી કે રાઉલજી પરિવાર અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મોમેન્ટો આપી સ્વાગત કરાયું હતું.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો