ઘોઘંબા : ઘોઘંબા તાલુકાના ફરોડ ગામની શ્રી કામનાથ હાઈસ્કૂલ ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે વિવિધ આંતર-શાળા સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ચિત્ર, નિબંધ, વકતૃત્વ તેમજ દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ હતી. ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મારો ભારત દેશ અને સ્વાતંત્ર્ય સંગ્રામના અમર શહીદો જેવા વિષયો પર રંગબેરંગી ચિત્રો દોરીને દેશપ્રેમ વ્યક્ત કર્યો હતો. નિબંધ સ્પર્ધામાં આઝાદીનું મહત્વ વિષય પર વિદ્યાર્થીઓએ વિચારો રજૂ કર્યા હતા. વકતૃત્વ સ્પર્ધામાં શહીદોના બલિદાન વિષય પર પ્રભાવશાળી વક્તવ્ય આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. દેશભક્તિ ગીત સ્પર્ધામાં એકલ અને સમૂહ ગાન દ્વારા દેશભક્તિના સૂર રેલાવ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો