24

Panchmahal :જાંબુઘોડા : 12 જ્યોતિલિંગ અને ચારધામની સાઇકલ યાત્રાએ નીકળેલા યુવાનનું બોડેલીના નગરજનો અને મીડિયા કર્મીઓ દ્વારા ફૂલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું. પાવીજેતપુર તાલુકાના નાની આમરોલ ગામના યુવાન માલજી અલસીંગ રાઠવા કેદારનાથ, 12 જ્યોતિલિંગ અને ચારધામની સાઇકલ યાત્રાએ નીકળ્યાં છે. તેઓ આજે બોડેલી શહેરમાં આવતાં નગરજનો અને પત્રકારો દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ફૂલહાર પહેરાવી સન્માન કરાતાં યુવાનનો ઉત્સાહ વધ્યો હતો. તેણે બોડેલીના નગરજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. અલીપુરા ચાર રસ્તા ખાતે ચાની લારી ચલાવતા જૂની બોડેલીના તુલસી બારીયા તેમજ ભરવાડ સમાજના યુવા અગ્રણી રણછોડ ભરવાડ સહિત બોડેલી નગરના અનેક અગ્રણીઓએ માલજીભાઈને ફૂલહાર પહેરાવી આવકાર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ માલજીભાઈની ધાર્મિક યાત્રા સફ્ળતાપૂર્વક પૂર્ણ થાય અને તેઓ સુરક્ષિત રીતે પરત ફરે તેવી પ્રાર્થના કરી હતી.