કાલોલ બાર એસોસિએશનની જનરલ બેઠક શુક્રવાર, તા. 7 ઓગસ્ટના રોજ સવારે 10:00 કલાકે યોજાઈ હતી. બેઠકમાં બાર એસોસિએશનના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં વકીલ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કોરમ પૂર્ણ થતાં ઠરાવ નં. 11 સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.
બેઠકમાં જણાવાયું હતું કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા છ4 સાઈઝના કાગળ પર તેમજ લોહિત (Red) ફૅન્ટમાં અરજીઓ, સોગંદનામા અને કોર્ટના અન્ય દસ્તાવેજો રજૂ કરવાનું ફરજિયાત બનાવતું નોટિફ્કિેશનજાહેર કરવામાં આવ્યું છે. કાલોલ બાર એસોસિએશને આ નિર્ણયને સમગ્ર ગુજરાતના વકીલો અને અસીલોના હિતમાં ન હોવાનું જણાવી તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો. આ નિર્ણયના વિરોધરૂપે કાલોલ બાર એસોસિએશનના સભ્યોએ તા. 7 અને 8 ઓગસ્ટના રોજ કોર્ટના કામકાજથી અળગા રહી ગુજરાત હાઈકોર્ટના નોટિફ્કિેશન સામે વિરોધ પ્રદર્શિત કરવાનો સર્વાનુમતે ઠરાવ કર્યો છે. વધુમાં, જો સંબંધિત નોટિફ્કિેશન પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કાર્યક્રમો યોજવા તેમજ આગળની રણનીતિ નક્કી કરીને તબક્કાવાર આંદોલન ચલાવવાનો પણ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કાલોલ બાર એસોસિએશન દ્વારા જણાવાયું છે.
