બોડેલી તાલુકાના વાઘવા ગામના મોતીપુરા ફ્ળિયા વિસ્તારમાં દીપડાએ યુવતી પર હુમલો કરતાં યુવતી ઘાયલ થઈ હોવાની ઘટના સામે આવી છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વાઘવા ગામના મોતીપુરા ફ્ળિયામાં રહેતી 20 વર્ષીય યુવતી રાઠવા રિંકુબેન વિક્રમભાઈ શુક્રવારે સાંજે 7 વાગ્યાના અરસામાં ઘરની બહાર જતી હતી. ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં યુવતીને શરીરના વિવિધ ભાગોમાં ઈજા પહોંચી હતી. બનાવને પગલે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી. જેની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત યુવતીને બોડેલી ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. બીજી તરફ્ બનાવની જાણ બોડેલી વન વિભાગને કરાતાં RFO જ્યોત્સનાબેન રાઠવા સહિત ઈન. ફોરેસ્ટર ધવલ બારીયા તેમજ તેઓની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. વનવિભાગની ટીમે દીપડાને ઝડપી પાડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દીપડાની અવરજવર અને તેને પકડવાના પ્રયાસ રૂપે બે અલગ-અલગ સ્થળોએ પાંજરાં ગોઠવી દેવાયાં છે. ગામની રહેણાંક વસતીમાં દીપડાએ યુવતી પર હુમલો કરતાં ગ્રામજનોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. દીપડાને વહેલી તકે ઝડપી પાડી માનવ વસાહતને ભયમુક્ત કરવા ગ્રામજનો દ્વારા માંગ ઊઠી છે. વનવિભાગનું રેસ્ક્યુ ઓપરેશનદીપડાને ઝડપી પાડવા વનવિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે.