જાંબુઘોડા : જાંબુઘોડા નગર સહિત વિવિધ વિસ્તારોમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફ્ત્રિની ઉત્સાહ અને ભાઈચારા સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. ઈદના દિવસે મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ અને સુન્ની મસ્જિદમાં ખાસ નમાઝ અદા કરી હતી. ત્યાર બાદ એકબીજાને ગળે મળી ઈદ મુબારકબાદી પાઠવી હતી. કબ્રસ્તાન જઈ પરિવારના સભ્યોની કબર ઉપર ફૂલ ચાદર ચડાવી હતી. ઈદના અવસરે મુસ્લિમ પરિવારા દ્વારા મીઠી સેવૈયા અને શીર-ખુરમા જેવા વિવિધ પકવાનો બનાવાયા હતા. બજારોમાં પણ ભારે રોનક જોવા મળી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam




  • Follow us on: