કાલોલ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સ્વસ્થ બાળક - મજબૂત ભારતની વિભાવના સાથે ગઈકાલે તા.10 ઓગસ્ટને સોમવારે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત કાલોલની શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓને કૃમિ મુક્ત બનાવી સ્વસ્થ, પોષિત અને શિક્ષિત કરવાના ઉદ્દેશ્યથી અલ્બેન્ડાઝોલની ગોળી ગળાવાઈ હતી. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોશી તથા કાલોલ અર્બન હેલ્થ સેન્ટરના ઇન્ચાર્જ સુપરવાઇઝર હિંમતસિંહ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા.
