હાલોલ તાલુકાના મસવાડ ગામની શ્રી કૃપાલુ હાઈસ્કૂલમાં હાલોલ સ્થિત જેસીબી કંપની દ્વારા નિર્દેશિત સંસ્થા લેડી બેમફોર્ડ ફાઉન્ડેશન સંચાલિત ચાઇલ્ડ ફ્રેન્ડલી સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત શાળાના આધુનિકીકરણ હેઠળ વિકસાવવામાં આવેલ નવનિર્મિત ભવન અને આધુનિક સુવિધાઓનું બુધવારે લોકાર્પણ કરાયું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જેસીબી સીએસઆરના ડિરેક્ટર મનીષ તયાલ તેમજ લેડી બેમફેર્ડ ફઉન્ડેશનના પ્રોજેક્ટ હેડ અનુરાધા સિંહ વિશેષ ઉપસ્થિત જેમ્સ રોબર્ટ તથા લિસા પેરી સહિત લેડી બેમફેર્ડ ફઉન્ડેશનની ટીમ, સરપંચ, શાળા વ્યવસ્થાપન સમિતિ, શિક્ષકો, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. લેડી બેમફેર્ડ ફઉન્ડેશન દ્વારા શાળામાં પાંચ આધુનિક વર્ગખંડોનું નિર્માણ, સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા સાથે શૌચાલય (સેનિટેશન બ્લોક), આર.ઓ પીવાના પાણીનો પ્લાન્ટ તથા વોટર કૂલર સિસ્ટમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે, જેને કારણે વિદ્યાર્થીઓને સુરક્ષિત, સ્વચ્છ વાતાવરણ પ્રાપ્ત થશે.