પંચમહાલ જિલ્લા મુખ્યશિક્ષક HTAT સંઘ (સૂચિત)ની ચિંતન શિબિર અને સંમેલન ગોધરા ખાતે યોજાયું હતું. જેમાં જિલ્લાના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં મુખ્ય શિક્ષકો હાજર રહ્યા હતાં.


ગોધરા સ્થિત મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે પંચમહાલ જિલ્લા HTAT સંઘનું સંમેલન યોજાયું હતું. રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ અપૂર્વભાઈ શ્રીમાળીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઈ હતી. પંચમહાલ જિલ્લામાંથી નિવૃત થતાં HTAT મુખ્ય શિક્ષકોનું સન્માનપત્રક દ્વારા સન્માન કર્યું હતું. જિલ્લા મહામંત્રી ચેતનભાઈ પટેલે રાજ્ય કક્ષાએ ચાલતી HTAT સંગઠન્ા વિશેની માહિતી આપી હતી. રાજ્ય મુખ્યશિક્ષકHTATસંઘના સલાહકાર પટેલ જગતસિંહે મુખ્ય શિક્ષકની 2012ની ભરતીથી આજ સુધી થયેલ ફેરફર તેમજ કેડરના લાભ અને ગેરલાભ વિષે માહિતી આપી, સૌને સંગઠિત રહેવાની હાકલ કરી હતી. જિલ્લા પ્રમુખ વિજયસિંહ રાઠોડે પંચમહાલ જિલ્લા સંગઠનની કામગીરી અને વર્તમાન પરિસ્થિતિમાં ચાર્જ સોંપવા બાબતે સેવા સળંગના હુકમો તેમજ વહીવટી બાબતોની ચર્ચા કરી હતી. પ્રમુખ અપૂર્વભાઈએ સંગઠનના અગાઉ કરેલા કામ અને વર્તમાન કામ તેમજ ભવિષ્યના કરવાના કામની ઝાંખી આપી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ અભિનંદન આપ્યા હતાં. કોષાધ્યક્ષ કનુભાઈ પગી, જિલ્લાના હોદ્દેદાર અને તાલુકાના પ્રમુખ મંત્રીઓએ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: