જાંબુઘોડાના ધનપુરી ઇકો ટુરિઝમ ખાતે ભાજપ દ્વારા આયોજિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત બે દિવસીય પ્રાથમિક પ્રશિક્ષણ અભિયાન-2026નો પ્રારંભ થયો હતો. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં જાંબુઘોડા તથા ઘોઘંબા તાલુકાના મંડળ હોદ્દેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ શિબિરમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ શિબિરનો હેતુ જણાવ્યો હતો અને પંડિત દિનદયાળ ઉપાધ્યાયજીના અંત્યોદયના વિચારને અનુસરીને ગરીબ, વંચિત અને જરૂરિયાત મંદ લોકોની સેવા માટે સતત કાર્ય કરવાની સમજણ પણ આપી હતી.આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારિયા, પંચાયત પ્રમુખ રેશ્માબેન, કારોબારી અધ્યક્ષ છત્રસિંહભાઈ, મહામંત્રી વિક્રમભાઈ, તથા કિસાન સેલના પ્રમુખ જયપ્રકાશ પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.બે દિવસીય આ પ્રશિક્ષણ અભિયાનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ બદ્ધ બન્યા હતા. પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયના અંત્યોદયના સિદ્ધાંતને કેન્દ્રસ્થાને રાખવામાં આવે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય યોજનાઓનો મુખ્યહેતુ ગરીબ, ખેડૂતો, મહિલાઓ, યુવાનો અને સામાન્ય નાગરિકોના જીવનમાં સુધારો લાવવાનો છે.

Somnathમાં ફૂડ પોઈઝનિંગ મામલે ટ્રસ્ટની લાલ આંખ, 'શિવશક્તિ રેસ્ટોરન્ટ' તાકીદે સીલ









