જાંબુઘોડા : બોડેલી તાલુકાના મેરીયા ગામ ખાતે હનુમાનજી મંદિરે પાર્થેશ્વર મહાદેવનું સ્થાપન કરાયું હતું. ધાર્મિક વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની પ્રતિષ્ઠા કરાતા સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાયું હતું. જે પ્રસંગે વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની અવરજવર શરૂ થઈ હતી. પૂજા-અર્ચના, અભિષેક સહિતની ધાર્મિક વિધિઓ શ્રાદ્ધાપૂર્વક કરાઇ હતી. જે પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ ઉપસ્થિત રહી ભગવાન શિવના દર્શન અને પૂજાનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો. સ્થાનિક ભક્તો અને ગ્રામજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી થયા હતા.
