હાલોલ : હાલોલ નગરના કંજરી રોડ ચાર રસ્તા પાસે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરની સામે 12 વર્ષ પહેલા ગણેશ ભક્તો દ્વારા શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરની સ્થાપના કરાઈ હતી. જને લઇ મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષે આ શુભદિને મંદિરના પાટઉત્સવની ઉજવણી કરાય છે. જે અંતર્ગત શ્રી રામજી મંદિરના મહંત શ્રી પ.પૂ.રામશનરદાસજી મહારાજની પ્રેરણા અને તેમના આશીર્વાદથી તા.16 થી 18 જૂન દરમ્યાન ત્રણ દિવસ 12મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. મંગળવારના રોજ રાત્રે સુંદરકાંડના પાઠ, બુધવારે રાત્રે લોકડાયરો યોજાયો હતો, તેમજ ગુરુવારે સવારે અભિષેક અને ત્યારબાદ કમલેશભાઈ શાસ્ત્રી તેમજ અન્ય 12 ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે શ્રી ગણેશ યજ્ઞ તથા સહસ્ત્ર મોદક યજ્ઞનો પ્રારંભ થયો હતો. જેના પાંચ દંપતીએ યજ્ઞ કુંડમાં આહુતિ આપી હતી.

Surat : નાસિર નગર ડિમોલિશનમાં મોટો વળાંક, કમિશનરને સોંપાયેલા 40 પાનાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો









