મલેકપુરઃ સમગ્ર રાજ્યભરમાં ત્રી દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે. તે અંતર્ગત લુણાવાડા તાલુકાની મલેકપુર પ્રાથમિક શાળા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી નાયબ જિલ્લા વિકાસ અધિકારી મૈત્રી લેઉઆના અધ્યક્ષ સ્થાને ઉજવાયો. શાળા પ્રવેશોત્સવ કાર્યકમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે મલેકપુર આંગણવાડીના 6 બાળકો, મલેકપુર પ્રાથમિક શાળાના 16 બાળકોને બાલવાટિકામાં અને મહાત્મા ગાંધી વિનય મંદિર હાઈસ્કૂલ મલેકપુરના 169 બાળકોને ધોરણ નવમાં અને 137 બાળકોને ધોરણ અગિયાર તથા 16 બાળકોને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત પુનઃપ્રવેશ આપવામાં આવ્યો. તથા શાળાના તેજસ્વી તારલા, વિવિધ શિષ્યવૃતિ પરીક્ષામાં મેરીટમાં આવેલા બાળકો અને દાતાઓનું સન્માન કારાયું હતું.

Gujarat Police Bharti Update: PSI ભરતીને લઈ મોટા સમાચાર, 28 જૂને બિન હથિયારી PSI વર્ગ-2 ની લેખિત પરીક્ષા









