હાલોલ તાલુકાના નારાયણ ધામ તાજપુરા ખાતે બુધવારે ભક્તિપૂર્ણ માહોલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું આયોજન શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા કરાયું છે. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો ગુરુ વંદના કરવા આવનાર હોઈ આયોજકો દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

ગુરુપૂર્ણિમાના રોજ તાલુકાના તાજપુરા ખાતે આવેલ બ્રહ્મલીન પ. પૂ. નારાયણ બાપુ ની સમાધિ ખાતે ગુરુ વંદના કરવા લાખોની સંખ્યામાં ગુરુભક્તો ઉમટી પડે છે. ચાલુ વર્ષે પણ ગુરુપૂર્ણિમાના દિવસે વહેલી સવારથી ભક્તિ સભર કાર્યક્રમો શરૂ થશે. જેમાં પ.પૂ. બ્રહ્મલીન નારાયણ બાપુજીની પાદુકા પૂજન, અભિષેક, પૂ. બાપુજીની છબીની યાત્રા તેમજ પ્રાર્થના સભા યોજાશે. જે બાદ મહાપ્રસાદી આંબાવાડી (આમ્રકુંજ) ખાતે યોજાશે. જે મહાપ્રસાદીની તડામાર તૈયારીઓ છેલ્લા સાત દિવસથી ચાલી રહી છે. ભક્તોના ધસારાને પહોંચી વળવા માટે હાલોલ પોલીસ દ્વારા તાજપુરાને જોડતા બંને માર્ગો વાસેતી તેમજ ગોપીપુરા માર્ગના પ્રવેશ દ્વારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાશે. જે માટે 1 - ડીવાયએસપી, 3 - પી.આઇ., 12 - પી.એસ.આઇ, 200 - પોલીસ જવાન તેમજ 350 - હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો મળી કુલ 650 ઉપરાંત પોલીસ તૈનાત રહેશે. જ્યારે ટ્રાફ્કિની સમસ્યાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા વાંસેતીથી તાજપુરા તરફ્ના માર્ગને વન-વે કરાયો છે, એટલે કે વાંસેતિથી તાજપુરા એન્ટ્રી અને તાજપુરાથી ગોપીપુરા તરફ્ વાહનોની એક્ઝિટ