પંચમહાલ (ગોધરા)ના સાંસદ રાજપાલસિંહ જાદવે નવી દિલ્હી સ્થિત લોકસભા સત્ર દરમ્યાન પોતાના મત વિસ્તારમાં ખાસ રેલવે સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે વધુ એકવાર મુલાકાત કરીને મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી.
સાંસદ રાજપાલસિંહ જાદવ અને રેલ્વેમંત્રી અશ્વિની વૈષ્ણવની વિશેષ મુલાકાત દરમ્યાન પંચમહાલ જિલ્લાની વિવિધ રેલવે સુવિધાઓ અંગેની માંગણીઓ રજૂ કરી હતી. જેમાં સાંસદ દ્વારા ગોધરા સ્થિત કાંસુડી રેલવે સ્ટેશનના વિકાસ, ગોધરા-લુણાવાડા-મોડાસા નવી રેલવે લાઇનના સર્વેની કામગીરી તથા ત્યારબાદની કામગીરી ઝડપી પૂર્ણ કરવા, દાહોદ-ગોધરા-ડાકોર-નડિયાદ-અમદાવાદ-ગાંધીનગર રૂટ પર નવી દૈનિ4પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા, રજૂઆત કરી હતી, જે શરૂ થાય તો પંચમહાલ અને દાહોદના નાગરિકોને ગુજરાતની રાજધાની સાથે સીધી અને સુવિધાજન4રેલ કનેક્ટિવિટી મળી શકે તેમ છે. સાંસદ દ્વારા ગોધરા જંકશન ખાતે ગરીબ રથ એક્સપ્રેસ, ઇન્દોર-કોચુવેલી એક્સપ્રેસ તથા ઓખા-નાથદ્વારા એક્સપ્રેસના સ્ટોપેજની માંગણી કરી કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી ફ્રિોઝપુર જનતા એક્સપ્રેસને પુનઃ શરૂ કરવાની માંગણી કરી હતી.
