જાંબુઘોડા : બોડેલી સેવા સદન ખાતે જનસેવા કેન્દ્રને આધુનિક સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને કેન્દ્રનું લોકાર્પણ કરી ઉપલબ્ધ સેવાઓની સમીક્ષા કરી હતી. તેમણે નાગરિકોને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ પૂરી પાડવા માટે વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જનસેવા કેન્દ્ર શરૂ થતાં હવે સ્થાનિક નાગરિકોને દાખલા, પ્રમાણપત્રો સહિતની વિવિધ સરકારી સેવાઓ માટે વધુ સુવિધા મળશે. એક જ સ્થળે અનેક સેવાઓ ઉપલબ્ધ બનતાં અરજદારોનો સમય અને ખર્ચ બંનેમાં બચત થશે કેન્દ્રના પ્રારંભને સ્થાનિક લોકોએ આવકાર્યો છે.

Ahmedabad news: ધોળકામાં શિક્ષક પત્નીને માથામાં પથ્થર મારીને પતાવી દીધી, પોલીસે હત્યારા પતિને ઝડપ્યો









