કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ કેરળમાં ચુંટણી પ્રચાર સભામાં ગુજરાતીઓ માટે કરેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં જાંબુઘોડા તાલુકા ભાજપ દ્વારા આજે કોંગ્રેસ વિરોધી બેનરો સાથે રેલી યોજી ધરણા પ્રદર્શન કર્યું હતું.


કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને ભાજપમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જાંબુઘોડા ખાતે ભાજપ દ્વારા રેલી યોજાઈ હતી, જેમાં તાલુકા ભાજપ પ્રમુખ રણજીત બારીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાલસીંગ બારીયા, સરપંચ જીતકુમાર દેસાઈ સહિતના ભાજપના કાર્યકરો તથા નાગરિકો જોડાયા હતા.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા ફરી એકવાર છતી થઈ છે, કોંગ્રેસે ગુજરાતની ખમીરવંતી જનતાને અભણ અને મૂર્ખ કહીને સમગ્ર રાજ્યના સ્વાભિમાન પર ઘા કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: