જાંબુઘોડાથી કણજીપાણી સુધીના આશરે ચાર કિમીના માર્ગની FDR (Full Depth Reclamation) પદ્ધતિથી નવિનીકરણની કામગીરી પૂરજોશમાં શરૂ થતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી ફેલાઈ છે. દોઢ કરોડથી વધુના ખર્ચે હાથ ધરાયેલી આ કામગીરી પૂર્ણ થયા બાદ વર્ષોથી બિસ્માર બનેલા માર્ગ પરથી વાહનચાલકોને ખાડા અને ઉબડખાબડ રસ્તાની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.
જાણવા મળ્યા મુજબ વર્ષ 2022માં છોટાઉદેપુર જિલ્લાનો સિહોદ બ્રિજ તૂટી ગયા બાદ છોટાઉદેપુર તરફ્થી આવતા મોટા પ્રમાણમાં વાહનો વાયા ડુંગરવાટ થઈ જાંબુઘોડા તરફ્ ડાયવર્ટ થયા હતા. જેના કારણે જાંબુઘોડાથી કણજીપાણી સુધીના માર્ગ ઉપર વાહનોનું ભારણ અનેકગણું વધી ગયું હતું. સતત ભારે વાહનોની અવરજવરથી માર્ગની હાલત અત્યંત દયનીય બની હતી.
