ઘોઘંબા નજીક ભાણપુરા ગામે આવેલી જય યોગેશ્વર વિદ્યાલયમાં જુનિયર ક્લાર્ક તરીકે છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવતા વિજયસિંહ પરમારનો વય નિવૃત્તિ સન્માન સમારંભ આજે તા.27ને મંગળવારના રોજ સવારે ભાણપુરા પ્રાથમિક શાળાના પટાંગણામાં હાલોલ ઘોઘંબા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે દેવગઢ બારીયા તાલુકા પંચાયતના માજી પ્રમુખ નટવરસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. માજી તાલુકા પંચાયત પ્રમુખ છેલુભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના માજી ચેરમેન રમેશભાઈ રાઠવા ડાહ્યાભાઈ સોલંકી , ભીમસિંહ સોલંકી, ગુણવંતસિંહ ગોહિલ પ્રતાપભાઈ પરમાર સામતભાઈ બારીયા શાળાનો સ્ટાફ્ સરપંચ પાર્ટીના કાર્યકરો વિદ્યાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા.
