ઘોઘંબા તાલુકાના સિમલિયા ખાતે આવેલી એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજમાં વર્ષ 1993 થી સેવક તરીકે ફ્રજ બજાવતા ગોકળભાઇ ભીખાભાઇ પ્રજાપતિનો સોમવારે વય નિવૃત્તિ સન્માન સમારંભ મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. 33 વર્ષ સુધી નિષ્ઠા અને પ્રામાણિકતા પૂર્વક ફ્રજ બજાવનાર સેવક ગોકળભાઈની કામગીરીને બિરદાવાઈ હતી. મુખ્ય મહેમાન તરીકે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી શુભેચ્છા આપી હતી. મંડળના મંત્રી રઘુવીરસિંહ ચૌહાણ, નારાયણભાઈ, કોલેજના પ્રિન્સિપાલ ડૉ.ડી.આર. અમીન, પ્રકાશ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વી.એમ. શર્મા, નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, શાળા કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, નિવૃત્ત સેવક ગોકળભાઈના પરિવારજનો, સગા સંબંધીઓ અને મિત્રો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: