હાલોલ - બોડેલી નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર બંને બાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળેલા જોવા મળે છે. જેને લઈને નાના વાહનો કે પગપાળા યાત્રા કરવાનું ખૂબ જ મુશ્કેલ બને છે, આ માર્ગ ઉપર જાંબુઘોડાના ખરડીવાવથી લઈ નારૂકોટ, ડોન બોસ્કો સુધીમાં વિજ્ઞાન કોલેજ આઈટીઆઈ સહિતની એક ડઝન ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેમાં અભ્યાસ કરતા હજારો બાળકોની આ પાંચ કિમીના માર્ગમાં દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં અવરજવર જોવા મળી રહે છે.


પાછલા ત્રણ વર્ષથી હાલોલ બોડેલી નેશનલ હાઈવે નું કરોડોના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે. જેમાં કેટલાક ઠેકાણે સાઈડ શોલ્ડરનું કામ પણ બાકી હોવા છતાં કોન્ટ્રાક્ટરો દ્વારા તે કરવામાં આવતું નથી. રોડ બન્યે ઝાઝો સમય પણ ન થયો હોવા છતાં મેલડી માતાના મંદિર પાસે ખાંડીવાવ, ઝરનેશ્વર મહાદેવ મંદિર, નારુકોટ બસ સ્ટેન્ડ પાસે તેમજ જબાણ બસ સ્ટેન્ડ પાસે તથા શિવરાજપુરમાં પણ ખાડા જોવા મળે છે.

ઉત્તરાયણ પર્વ નજીક આવતા માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર શરૂ

થોડા દિવસ અગાઉ જ એક અજાણ્યા રાહદારીનું કોઈ અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું હતું. જ્યારે ગઈકાલ તા.12ની ઘટનામાં ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સહિત નાથપુરી ગામના ટ્રીપલ અકસ્માતના બનાવમાં એકટીવા ચાલક મકનભાઈને સારવાર અર્થે પ્રથમ વડોદરા અને બાદમાં અમદાવાદ લઈ જતા રસ્તામાં મોત નીપજ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: