શહેરા નગરમાં આવેલ પરવડી વિસ્તારમાં પાછલા કેટલાક દિવસોથી ગટરના પાણી ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારમાં આવેલા કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે ગટરનું ગંદુ પાણી રોડ પર ફ્રી વળતા દુકાનદારો અને રાહદારીઓ અસહ્ય દુર્ગંધથી ત્રાહીમામ પોકારી ઊઠયા હતા.પાલિકા તંત્રને વારંવાર ઢંઢોળવા છતાં સફઈ બાબતે કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


સ્માર્ટ સિટી અને સ્વચ્છતાના મોટા-મોટા દાવાઓ વચ્ચે શહેરા નગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી રહી હતી. નગરના પરવડી વિસ્તારમાં કુબેરેશ્વર મહાદેવ મંદિરની સામે છેલ્લા કેટલાક દિવસોથી ગટરના ગંદા પાણી ઉભરાઈને રોડ પર ફ્રી વળ્યા હતા.ગટર લાઈન સંપૂર્ણ ચોકઅપ થઈ જવાના કારણે ગંદુ અને દૂષિત પાણી ચોવીસે કલાક મુખ્ય માર્ગ પર વહી રહ્યું છે. આ માર્ગ પરથી પસાર થવું પણ હવે દુષ્કર બન્યું છે. ગટરના પાણીની અસહ્ય દુર્ગંધના કારણે વેપારીઓને આખો દિવસ દુકાનો પર બેસવું મુશ્કેલ બન્યું છે, જેના કારણે ગ્રાહકો અહીં આવવાનું ટાળી રહ્યા હતા અને વેપાર-ધંધા પર માઠી અસર પડી રહી હતી. આ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા બાબતે પાલિકા તંત્ર જાણતું હોવા છતાં આ ગટરની સાફ્-સફઈ કરવામાં આવી ન હોવાનું દુકાનદાર પાસેથી જાણવા મળી રહ્યું હતુ. પાલિકા દ્વારા નિયમિત ગટરની સાફ્-સફઈ કરવામાં આવતી ન હોવાનું અહીં જોવા મળેલ દ્રશ્યો ઉપરથી જ ખબર પડી જાય છે.રસ્તા પર ભરાઈ રહેલા ગંદા પાણીના કારણે મચ્છરો અને ઝેરી જીવાતોનો ઉપદ્રવ અસાધારણ હદે વધી ગયો છે. જો નગરપાલિકા દ્વારા આ ગટર લાઈનની સફઈ વહેલી તકે કરવામાં નહીં આવે, તો આ વિસ્તારમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઈફેઈડ અને કમળા જેવો જીવલેણ રોગચાળો ફટી નીકળવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પાછલા ચાર દિવસથી આ વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઈને રસ્તા પર આવતા હોય ત્યારે પાલિકા દ્વારા આ બાબતે ક્યારેય ગંભીરતા લેવામાં આવશે અને આ ગટરની સાફ્-સફઈ કરવામાં આવશે એતો જોવુંજ બની રહ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: