પંચમહાલ જિલ્લા એલસીબીની ટીમે હાલોલના ગોપીપુરા ચાર રસ્તા પાસેથી સીકલીગર ગેંગના એક સાગરીતને ચોરીના રૂા.6,93,055ના સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂ.1.50 લાખ મળી કુલ રૂ.8,43,055ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.

પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ.બી વોરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ વોચમાં હતી, ત્યારે માહીતી મળેલ કે, વડોદરાના સાંકરદા બસ સ્ટેન્ડ પાસે રહેતા અજયસિંહ બીરસિંગ સીકલીગરએ કોઈ જગ્યાએથી ચોરી કરેલા સોના - ચાંદીના ઘરેણાં વેચાણ માટે બાઈક પર વડોદરાથી પાવાગઢ તરફ્ જઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ગોપીપુરા ગામ પાસે વોચ ગોઠવી અજયસીંગ સીકલીગરને ઝડપી પાડી તેની પાસેથી સોના-ચાંદીના કુલ રૂા.6,93,055 ના ઘરેણાં રૂા.1.50 લાખ રોકડા અને બાઈક મળી કુલ રૂા.8,43,055નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પાંચ દિવસ પહેલા પકડાયેલા આરોપી સોનુસીંગ પ્રતાપસીંગ તીલપીતીયા (સીકલીગર) સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મા, મટોડા ગામે એક બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાનું જણાવેલ તેમજ અમરસીંગ ઉર્ફે પાપે લોરસીંગ બાવરી (સીકલીગર), કબીરસિંગ સતનામસિંગ બાવરી (સીકલીગર) અને રગબીરસીંગ બીરસિંગ સીકલીગર સાથે મળીને 20 દિવસ પહેલા હાલોલની સંત નગર સોસાયટીમાં બંધ મકાનનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. ઉપરાંત દોઢ મહિના પહેલા ભાવનગર ખાતે માનસરોવર સોસાયટીમાં અને નારી પાસે સોસાયટીમાં ચોરી કર્યા હોવાનું કબલ્યું હતું. તેની સામે ખેડા જિલ્લાના ચકલાસી, આણંદ જિલ્લાના આાંકલાવ, મહીસાગર જિલ્લાના લુણાવાડા, તેમજ કાંકણપુર પોલીસ મથકે અલગ અલગ ગુના નોંધાયેલા છે.