પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાંબુઘોડા તાલુકાના બીઆરએસ તેમજ સરકારી કોલેજના વિદ્યાર્થીઓને વડોદરા ખાતે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત બસ દ્વારા વડોદરા મુકામે મુલાકાતે લઈ જવામાં આવ્યા હતાં. જેમાં સરકારી કોલેજ તેમજ બીઆરએસ કોલેજના વિદ્યાર્થીઓએ વડોદરા ખાતે ચાલી રહેલ વાયબ્રન્ટ ગુજરાત સમિટ માં અલગ અલગ સ્ટોલની મુલાકાત લીધી હતી. જ્યાં સ્વદેશી અપનાવો,દેશને સમૃદ્ધ બનાવો, આ થીમ પર ઘણા બધા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. સ્વદેશી ચીજ વસ્તુ ન લાભ, તેની ઉપલબ્ધતા ત્યાં વિવિધ વોલેન્ટિયર્સ દ્વારા સમજાવવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓએ લોકલ ફેર વોકલની પ્રતિજ્ઞા લીધી હતી, અને અન્યોને પણ સ્વદેશી અપનાવવા હાકલ કરી હતી. કોલેજના ઉત્સાહી શિક્ષક દ્વારા સમગ્ર મુલાકાત જ્ઞાનસભર બનાવવામાં આવી હતી. આ તબક્કે કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય શિક્ષક ગણે તંત્રનો આભાર માન્યો હતો

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો