બોડેલી નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓની ટીમ હરખલી કોતરનો નકશો લઈ માપણીની કામગીરી કરવા આવી હતી. માપણીની શરૂઆત અલીપુરા ચાર રસ્તા વિસ્તારથી કરાઇ હતી. માપણી દરમિયાન સર્વે વિભાગના અધિકારી હરખલી કોતરનો જૂનો નકશો સાથે લઈને સ્થળ પર પહોંચ્યા હતા. નકશાના આધારે હરખલી કોતરની સીમા માપવાની કાર્યવાહી હાથ ધરી હતી.
હરખલી કોતરની મૂળ પહોળાઈ વિવિધ સ્થળોએ અલગ-અલગ જોવા મળે છે. જૂના નકશા અનુસાર કેટલાક વિસ્તારોમાં કોતરની પહોળાઈ દર્શાવવામાં આવી છે. માપણી પૂર્ણ થયા બાદ જે જગ્યાએ નકશા મુજબ કોતરની જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે. જેથી હરખલી કોતરની આસપાસના દબાણકર્તામાં ચિંતા વ્યાપી હતી. જ્યારે આ માપણી જોઈ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા રહીશો અને હરખલી કોતરના અસરગ્રસ્તોમાં આનંદની લાગણી હતી. નગરપાલિકા દ્વારા હરખલી કોતરને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. જેથી વરસાદી પાણીના નિકાલમાં અવરોધ દૂર થઈ શકે. અને ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે. માપણી કાર્યમાં બોડેલી નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર બરજોડ સહિત નગરપાલિકાનો સ્ટાફે નિરીક્ષણ કર્યું હતું.










