શહેરાના પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવના દર્શનનું શ્રાવણ માસમાં વિશેષ મહત્વ રહેલું છે. આઠ ફૂટનું શિવલિંગ મરડિયા પથ્થર માંથી બનેલું હોઈ તે મરડેશ્વર તરીકે ઓળખાય છે, શિવલિંગમાંથી સ્વયંભુ અવિરત સતત ગંગાજળ વહ્યા કરે છે. પ્રતિવર્ષ આ શિવલિંગ ચોખાના દાણા જેટલું શિવરાત્રીની રાત્રીએ વધતું હોવાની પણ માન્યતા છે. અહી શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો મોટી સંખ્યા મા દર્શનાથે આવતા હોય છે.

ગોધરા લુણાવાડા હાઈવે માર્ગ પર પાલીખંડા ખાતે હાઈવેને અડીને આવેલ મરડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં શિવ ભક્તોનો પ્રવાહ ઉમટી પડે છે. હર..હર.. મહાદેવના નાદથી મંદિર ગુંજી ઊઠે છે. 8 ફૂટ ઉંચાઇ અને 8 ફૂટ પહોળા અને રુદ્રાક્ષ જેવી ભાત ધરાવતુ આ એ4માત્ર શિવલીંગ અનેરો મહિમા ધરાવે છે. ચાર યુગના ચાર ખંડમાં વહેંચાયેલું સ્વંયભૂ શિવલીંગ હાલમાં કળીયુગના ભાગ (ખંડ)માં વિકસીત થઇ રહ્યું છે. જેનો વિકાસ પૂર્ણ થઇ મંદિરની છત સુધી પહોંચશે, ત્યારે પુનઃ સત યુગનો પ્રારંભ થશે એવી લોકવાયકાઓ પણ જોડાયેલી છે. શ્રાવણ માસમા જન્માષ્ટમીનો ભવ્ય મેળો પણ ભરાય છે, આ મેળા માં સ્થાનિ4જીલ્લા સહિત દુર દુરથી લોકો આવતા હોય છે.