શહેરા નગર સહિત તાલુકામાં આસો નવરાત્રીમાં શક્તિ આરાધનાનો અદભુત અને અલૌકિક માહોલ સર્જાયો છે. માઈભક્તો માતાજીની ભક્તિમાં સંપૂર્ણપણે લીન થઈ ગયા છે. શહેરામાંથી પસાર થતા મુખ્ય હાઇવે ઉપરથી શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજમાન માં મહાકાળીના દર્શનાર્થે જતા પદયાત્રી સંઘો પસાર થતાં જોવા મળી રહ્યા છે. સુશોભિત રથ, હાથમાં ધજાઓ, સાઉન્ડ સિસ્ટમમાં ગૂંજતા ભક્તિમય ગરબા અને જય મહાકાળીના ઘોષ સાથે માઈભક્તો ભક્તિભાવપૂર્વક પાવાગઢ ધામ તરફ્ પ્રયાણ કરી રહ્યા છે.

પાવાગઢ ધામ ગુજરાત જ નહીં પરંતુ દેશભરના ભક્તો માટે આસ્થાનું શિરોમણિ કેન્દ્ર છે. નવરાત્રીમાં મહાકાળી માતાના દર્શનનું મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં પગપાળાસંઘો હાઇવે ઉપર પસાર થતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.