ધાર્મિક માહોલ વચ્ચે નીકળેલી આ શોભાયાત્રામાં કાછીયા સમાજના આગેવાનો,ભક્તો તથા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
લક્ષ્મીનારાયણ મંદિરેથી લાલજી મહારાજની શોભાયાત્રા પ્રસ્થાન કર્યા બાદ આમોદના મોટા તળાવ ખાતે પહોંચી હતી.જ્યાં ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત કાછીયા સમાજના આગેવાનો અને ભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સાથે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાન વિધિ કરાવવામાં આવી હતી.સ્નાનવિધિ અને આરતી બાદ લાલજી મહારાજને યજમાનના ઘરે પધરામણી કરાવવામાં આવી હતી. ત્યારબાદ લાલજી મહારાજની શોભાયાત્રા આમોદના ટાવરચોક ખાતે પહોંચી હતી.જ્યાં લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી.ટાવરચોક વિસ્તારના આગેવાનોએ લાલજી મહારાજની આરતી તથા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. શોભાયાત્રા સાથે કાછીયા પટેલ સમાજ દ્વારા ટ્રેક્ટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.જેમાં નાના બાળકો એ ભગવાન રામ, લક્ષ્મણ, માતા સીતા, શ્રીકૃષ્ણ અને હનુમાનજી સહિતની ધાર્મિક પાત્રોની સુંદર વેશભૂષા ધારણ કરી હતી. બાળકોની મનમોહક વેશભૂષા નગરજનો માં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી. વરઘોડા દરમિયાન બેન્ડની સુમધુર સુરાવલી સાથે ભક્તિગીતો તેમજ ફ્લ્મિી ગીતોના તાલે યુવાનો ઉત્સાહભેર ઝૂમી ઉઠયા હતા.મોડી રાત્રે લાલજી મહારાજ સાથે પરીઓનો વરઘોડો ફરી કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે પરત ર્ફ્યો હતો.
