18
આસો નવરાત્રી પૂર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાની અખંડ જ્યોત લેવા માટે મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોરી બુઝુર્ગ ગામથી નીકળેલા માઈ ભક્તોનો સંઘ બોડેલી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું.

18
આસો નવરાત્રી પૂર્વે શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાની અખંડ જ્યોત લેવા માટે મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના બોરી બુઝુર્ગ ગામથી નીકળેલા માઈ ભક્તોનો સંઘ બોડેલી આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું.
મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ નજીક બુરહાનપુર જિલ્લાના બોરી બુઝુર્ગ ગામના માઈ ભક્તો આશરે 450 કિ.મીની પદયાત્રા કરી શક્તિપીઠ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન અને અખંડ જ્યોત લેવા માટે નીકળ્યાં હતા. સંઘના ભક્તો રાત-દિવસ પગપાળા યાત્રા કરી 7 દિવસમાં બોડેલી પહોંચ્યા હતા.
બોડેલી ખાતે માઈ ભક્તોનું સ્થાનિક લોકો દ્વારા સ્વાગત કરાયું હતું. જે પ્રસંગે સંઘના યુવાનોએ જણાવ્યું હતું કે, પાવાગઢ ખાતે મહાકાળીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા બાદ અખંડ જ્યોત લઈને તેઓ પોતાના માદરે વતન પરત ફરશે. ભક્તોએ જણાવ્યું હતું કે, નવરાત્રીની શરૂઆત પૂર્વે તેઓ વતન પહોંચી જશે અને ગામના ગરબી ચોકમાં માતાજીની અખંડ જ્યોત સ્થાપિત કરી 9 દિવસ સુધી ભક્તિભાવપૂર્વક નવરાત્રી મહોત્સવની ઉજવણી કરશે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશેલા આ માઈભક્તો હવે બોડેલીથી આગળ પાવાગઢ તરફ્ પ્રયાણ કરશે. અને રવિવારે સવારે શક્તિપીઠ પાવાગઢ ખાતે પહોંચશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો