હાલોલ : સમગ્ર વિશ્વમાં 9મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત હાલોલ યુવા આદિવાસી સંગઠન દ્વારા હાલોલ નગર સહીત તાલુકામાં વિશ્વઆદિવાસી દિવસની સ્થાનિક ધારાસભ્ય જયદ્રયહસિંહ પરમારની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ નગર સહીત તાલુકાના રાજકીય તેમજ આદિવાસી સમાજના આગેવાનો જોડાયા હતા.

હાલોલ તાલુકા પંચાયત ખાતે એકત્રિત થયેલ આદિવાસી સમાજ દ્વારા કાર્યક્રમની શરૂઆત આદિવાસીઓના આરાધ્ય દેવ બિરસામુંડાની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. હાલોલ નગર સહીત તાલુકાના આદિવાસી જોડાયા હતા.