બોડેલી રેલવે ફાટકમાં ટેક્નિકલ ખામીથી ટ્રાફ્કિ જામ સર્જાયો હતો. રેલવે કર્મચારીએ જાતે ગેટ ઊંચો કરી ખોલ્યો હતો. બોડેલીમાં રેલવે ફાટક ખાતે ગુરુવારે ખામી સર્જાતા ટ્રેન પસાર થઈ ગયા બાદ પણ ફાટકનો એક તરફનો ગેટ ઊંચો થયો ન હતો. જેના કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો.

ટ્રેન પસાર થયા બાદ સામાન્ય રીતે ફાટક ખુલતો હોય છે, પરંતુ ટેક્નિકલ ખામીના કારણે એક તરફનો ગેટ બંધ જ રહેતા વાહન વ્યવહાર સંપૂર્ણ પણે અટકી ગયો હતો. ઘટનાની જાણ થતાં રેલવે વિભાગના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જાતે જ ગેટ ઊંચો કરી ફાટક ખુલ્લો કર્યો હતો. ત્યાર બાદ વાહનોની અવરજવર ફરી શરૂ થતાં ટ્રાફ્કિની સમસ્યાનો અંત આવ્યો હતો. સમયસર ખામી દૂર થતાં સંભવિત અકસ્માત ટળી ગયો હતો. વાહનચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા.