બોડેલી પોલીસે 31 ડિસેમ્બર પહેલા ટ્રાન્સપોર્ટની ટ્રકમાં લઈ જવાતો રૂા.10 લાખ ઉપરાંતનો વિદેશી શરાબ ઝડપી પાડી બુટલેગરોની થર્ટી ર્ફ્સ્ટ બગાડી હતી. મધ્યપ્રદેશના છકતલાથી વિદેશી દારૂ ભરી ટ્રક અમરેલી જિલ્લામાં જઈ રહી હતી. ટ્રાન્સપોર્ટની ટ્રકમાં લઈ જવાતો રૂા.10 લાખ કરતા વધુના વિદેશી શરાબ સહિત કુલ રૂા.30 લાખ,17 હજારનો મુદ્દામાલ સાથે બે આરોપીને બોડેલી પોલીસે ઝડપી પાડયાં હતા.


બોડેલી તાલુકાના કોસિન્દ્રા પાસે ટ્રાન્સપોર્ટની ટ્રકમાં લઈ જવા તો વિદેશી દારૂ બોડેલી પોલીસે ઝડપી પાડયો હતો. જેમાં બે આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. બોડેલી પી.આઈ અને તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અશોક લેલન ટ્રક જે ટ્રાન્સપોર્ટમાં વપરાય છે. જેમાં વિદેશી દારૂ ભરીને ટ્રક કોસીન્દ્રા તરફ્થી પસાર થવાની છે. બાતમીને આધારે બોડેલી પોલીસે ટ્રકમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જેમાં બે ઈસમને બોડેલી પોલીસે ઝડપી પાડયા હતા. આ વિદેશી દારૂ મધ્યપ્રદેશના છકતલાથી ભરી અને અમરેલી તરફ લઈ જવાતો હતો. જેમાં રૂા.10 લાખ કરતા વધુનો વિદેશી દારૂ સાથે કુલ રૂા.30,17,960નો કુલ મુદ્દામાલ બોડેલી પોલીસે ઝડપી પાડયો હતો.

બાતમીને આધારે બંને આરોપીને ઝડપી પાડયાં : પીઆઇ

બોડેલી પીઆઇ ગાવીત સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોસીન્દ્રા ગામેથી બાતમીને આધારે વિદેશી દારૂ લઈ જઈ રહેલી ટ્રકને ઝડપી પાડી હતી. તેમાંથી ઝડપાયેલ બે ઈસમ નનુ રમતુલ્લા કુરેશી અને યોગીરાજ દેસા બંને (રહે. અમરેલી)ને વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ 6100 બોટલ જેની કિં. રૂા. 10 લાખ ઉપરાંતના વિદેશી દારૂ સાથે ઝડપી પાડયાં હતા. જેઓની હાલ પોલીસ દ્વારા પુછપરછ કરાઇ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: