રમતગમતના ક્ષેત્રે પરિશ્રમ અને મજબૂત મનોબળના આધારે ભકત ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ, કાકરોલિયાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત રાજ્ય કુરાશ ચેમ્પિયનશિપમાં શાળાના બે વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાં હતા. તા.23થી 25 નવેમ્બર.-26 દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ખાતે ગુજરાત રાજ્ય કુરાશ ચેમ્પિયનશિપ (SGFI) યોજાઇ હતી. જેમાં ભકત ઈંગ્લિશ મિડિયમ સ્કૂલના પાંચ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. જેમાં ભક્ત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ કકરોલીયા ખાતે ધો.7માં અભ્યાસ કરતા કુચબંધીયા મુન્ના(VII-B)અને ધો.8ના શાહ તુષાર(VIII-A)એ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. બંને ખેલાડીની સિદ્ધિથી શાળા સહિત વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરનાર અન્ય ખેલાડીમાં રાઠવા કેવિન(VII-A),શર્મા ગૌરવ(VII-A)અને લોધવાલ સંદીપ(VII-B)નો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો