કાલોલ-હાલોલ વચ્ચે આવેલા મધવાસ પાટીયા પાસે આપવામાં આવેલા વચ્ચેના ડિવાઇડરના છેડા અસમાન હોવાને કારણે વાહનચાલકો માટે જોખમી ભાસી રહ્યો છે. જ્યારે રાત્રિના સમયે કોઈ સાઇન બોર્ડ વિના સીધી લેનમાં પસાર થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ-શામળાજી ટોલ હાઇવે સ્થિત કાલોલ-હાલોલ વચ્ચે આવેલા મધવાસ પાટીયા પાસે તંત્ર દ્વારા આપવામાં આવેલા વચ્ચેના ડિવાઇડરના છેડા વિચિત્ર અને અસમાન હોવાને કારણે વાહનચાલકો માટે જોખમી ભાસી રહ્યો છે. ખાસ કરીને બન્ને તરફ્ની અંદરની લેન સામે જ ડિવાઈડરના કટ આપવામાં આવ્યા છે. જેને કારણે હાઈવે સ્થિત મોટી સંખ્યામાં વાહનોની અવરજવર દરમ્યાન એક નાનકડી નજરચૂક ભયજનક બની શકે છે. તદ્ઉપરાંત આ ભયજનક ડિવાઈડરના કટ હોવા છતાં તંત્રની ઉદાસીનતાએ કોઈ સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યું નથી. જેને કારણે રાત્રીના સુમારે કોઈપણ પ્રકારના સાઇન બોર્ડ વિના સીધી લેનમાં પસાર થતા કે ઓવરટેક કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
